14 - ચામડાનાં પર્સમાં તું ફૂલ રાખે / દિનેશ કાનાણી
ચામડાનાં પર્સમાં તું ફૂલ રાખે !
મ્હેક છે મારી કને એ વ્હેમ રાખે !
જીવવાનું હોય કાયમ કૂંપળો જેમ;
તું ઠઠારો પાનખરનો કેમ રાખે !
હું નિખાલસ થાઉં છું એવી ઘડીએ;
ગત વખતની, તું ખતાનો ખાર રાખે.
અડચણો રાખે, વિવશ રાખે મનોમન;
મનમનાવી સાથ દે ઉપાય રાખે.
ધૂપ રાખે, છાંવ રાખે ને સફરમાં –
ઘાવ કાયમ દૂઝતો એકાદ રાખે.
જાનલેવા મ્હેકની સંભાળ રાખે;
ચામડાનાં પર્સમાં તું ફૂલ રાખે !
0 comments
Leave comment