13 - અમોને પૂછે છે અમારા જ વડવા- / મનોજ ખંડેરિયા
અમોને પૂછે છે અમારા જ વડવા-
અહીં વ્હેતી ક્યાં ગઈ નદી નામે ‘અથવા’ ?
ઘટા એની લીલી-રતૂમડી કે પીળી,
ભીતરથી બધા અર્થના રંગ ભગવા
પડ્યો છે હજી એમ ને એમ કોરો,
થયો આજ કાગળને જાણે કે લકવા
ચણોઠી પડે તો કહે આભ તૂટ્યું,
અહીં શબ્દ માટે ઊડે એવી અફવા,
કરે વ્હેતી એને જ ડુબાડી દેતી,
અહીં શાહી સાથેના અનુભવ છે કડવા
અહીં વ્હેતી ક્યાં ગઈ નદી નામે ‘અથવા’ ?
ઘટા એની લીલી-રતૂમડી કે પીળી,
ભીતરથી બધા અર્થના રંગ ભગવા
પડ્યો છે હજી એમ ને એમ કોરો,
થયો આજ કાગળને જાણે કે લકવા
ચણોઠી પડે તો કહે આભ તૂટ્યું,
અહીં શબ્દ માટે ઊડે એવી અફવા,
કરે વ્હેતી એને જ ડુબાડી દેતી,
અહીં શાહી સાથેના અનુભવ છે કડવા
0 comments
Leave comment