47 - સપનાં ઠાંસોઠાંસ ભરેલો ફુગ્ગો માણસ / મનોજ ખંડેરિયા
સપનાં ઠાંસોઠાંસ ભરેલો ફુગ્ગો માણસ
જીવવાનો આભાસ ભરેલો ફુગ્ગો માણસ
એનું બીજું નામ- હવાનો પરપોટો છે !
અંદર અઢળક શ્વાસ ભરેલો ફુગ્ગો માણસ
શૈશવના હાથેથી સરકી ઊડતો ઊંચે,
સમજણનો અવકાશ ભરેલો ફુગ્ગો માણસ
વાતાવરણ બધું ફૂટવાથી ક્ષુબ્ધ થવાનું,
ઝેરીલી કૈં વાસ ભરેલો ફુગ્ગો માણસ
ક્યારે ફૂટશે એ જ હવે તો પ્રશ્ન રહ્યો છે,
વિસ્તારવાની પ્યાસ ભરેલો ફુગ્ગો માણસ
એ ફૂટશે તો આખું નગર થઈ જાશે સૂનમૂન,
હસવાનો આયાસ ભરેલો ફુગ્ગો માણસ
જીવવાનો આભાસ ભરેલો ફુગ્ગો માણસ
એનું બીજું નામ- હવાનો પરપોટો છે !
અંદર અઢળક શ્વાસ ભરેલો ફુગ્ગો માણસ
શૈશવના હાથેથી સરકી ઊડતો ઊંચે,
સમજણનો અવકાશ ભરેલો ફુગ્ગો માણસ
વાતાવરણ બધું ફૂટવાથી ક્ષુબ્ધ થવાનું,
ઝેરીલી કૈં વાસ ભરેલો ફુગ્ગો માણસ
ક્યારે ફૂટશે એ જ હવે તો પ્રશ્ન રહ્યો છે,
વિસ્તારવાની પ્યાસ ભરેલો ફુગ્ગો માણસ
એ ફૂટશે તો આખું નગર થઈ જાશે સૂનમૂન,
હસવાનો આયાસ ભરેલો ફુગ્ગો માણસ
0 comments
Leave comment