29 - આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ / મનોજ ખંડેરિયા
આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ,
ચીતર્યા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
આ ભીંત - બાર – આંગણું પૂછી રહ્યાં છે નામ,
ખુદના જ ઘરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
વરસોનો હોત, એનો કશો રંજ હોત ના,
ક્ષણની સફરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
છે માછલી તો દરિયો હશે એમ માન્યું’તું,
આ કાચ-ઘરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
ખાલી નથી, અહીં તો ભલા કોઈ સૂતું છે !
કોની કબરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
ચીતર્યા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
આ ભીંત - બાર – આંગણું પૂછી રહ્યાં છે નામ,
ખુદના જ ઘરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
વરસોનો હોત, એનો કશો રંજ હોત ના,
ક્ષણની સફરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
છે માછલી તો દરિયો હશે એમ માન્યું’તું,
આ કાચ-ઘરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
ખાલી નથી, અહીં તો ભલા કોઈ સૂતું છે !
કોની કબરમાં આપણે ભૂલા પડ્યા છીએ.
0 comments
Leave comment