77 - અહીં સ્વપ્ન સાથે ઊછરવાની તકલીફ / મનોજ ખંડેરિયા
અહીં સ્વપ્ન સાથે ઊછરવાની તકલીફ
જીવનથી ય ભાગી નીસરવાની તકલીફ
ચડ્યાં જે પગથિયાં તે ગાયબ બધાંયે !
હવે ઊંચે જઈએ ઊતરવાની તકલીફ
નદીના તમે જીવ, તમને ખબર શું ?
પડે કેવી મૃગજળમાં તરવાની તકલીફ
અમે લૂથી લથબથ ઊભાં કૈં વરસથી
સતત અમને રહી છે નીતરવાની તકલીફ
હવા સ્હેજે માગ્યા મુજબની મળે ક્યાં !
અહીં શ્વાસ મનગમતા ભરવાની તકલીફ
‘નથી કોઈનું કામ કરવા હું આવ્યો’
છતાં ફાવે એ રીતે ફરવાની તકલીફ
જીવનથી ય ભાગી નીસરવાની તકલીફ
ચડ્યાં જે પગથિયાં તે ગાયબ બધાંયે !
હવે ઊંચે જઈએ ઊતરવાની તકલીફ
નદીના તમે જીવ, તમને ખબર શું ?
પડે કેવી મૃગજળમાં તરવાની તકલીફ
અમે લૂથી લથબથ ઊભાં કૈં વરસથી
સતત અમને રહી છે નીતરવાની તકલીફ
હવા સ્હેજે માગ્યા મુજબની મળે ક્યાં !
અહીં શ્વાસ મનગમતા ભરવાની તકલીફ
‘નથી કોઈનું કામ કરવા હું આવ્યો’
છતાં ફાવે એ રીતે ફરવાની તકલીફ
0 comments
Leave comment