76 - તારી અસરમાં સાવ અટૂલા પડી ગયા / મનોજ ખંડેરિયા
તારી અસરમાં સાવ અટૂલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટૂલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઈ,
આખી સફરમાં સાવ અટૂલા પડી ગયા
ન્હોતા અટૂલા કિંતુ અટૂલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટૂલા પડી ગયા ?
આત્મીયતા દીવાલથી ખરખર ખરી પડી
ઓચિંતા ઘરમાં સાવ અટૂલા પડી ગયા
સહુ સાથીદારો થાકીને પાછા વળી ગયા
તારી ડગરમાં સાવ અટૂલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટૂલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઈ,
આખી સફરમાં સાવ અટૂલા પડી ગયા
ન્હોતા અટૂલા કિંતુ અટૂલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટૂલા પડી ગયા ?
આત્મીયતા દીવાલથી ખરખર ખરી પડી
ઓચિંતા ઘરમાં સાવ અટૂલા પડી ગયા
સહુ સાથીદારો થાકીને પાછા વળી ગયા
તારી ડગરમાં સાવ અટૂલા પડી ગયા
0 comments
Leave comment