79 - ભાઈ, ભલી આ અમને ભોંઠ / મનોજ ખંડેરિયા


ભાઈ, ભલી આ અમને ભોંઠ
સમજણની શાળાના ઠોઠ

શ્વાસોના રસ્તે આ કોણ –
આડું ઊભી માગે ગોઠ

ગીત નીતરતી ડાળેડાળ,
પર્ણે પર્ણે ઊગ્યા હોઠ

શેથી ઝીલું ? શે ઝીલાય ?
ઊતરી રહી છે પોઠેપોઠ

હળવા ફૂલ હવા થઈ જાવ !
ઢાળું કવિતાનો બાજોઠ


0 comments


Leave comment