75 - ખોલતાં દ્વાર ખોલવા લાગ્યો / મનોજ ખંડેરિયા
ખોલતાં દ્વાર ખોલવા લાગ્યો
હું ભીતર બ્હાર ખૂલવા લાગ્યો
ભીંતના પોપડે ને વાદળમાં –
એક જ આકાર ખૂલવા લાગ્યો
એક સુરખાબ આવીને ઊભું
જળનો વિસ્તાર ખૂલવા લાગ્યો
એક પડી તડ સઘન તિમિરમાં ને –
તેજ – અંબાર ખૂલવા લાગ્યો
બંધ વરસોથી જે પડ્યો’તો એ –
મૌન ગિરનાર ખૂલવા લાગ્યો
રેશમી શબનમી અડ્યું કૈં ને –
આ ગઝલકાર ખૂલવા લાગ્યો
હું ભીતર બ્હાર ખૂલવા લાગ્યો
ભીંતના પોપડે ને વાદળમાં –
એક જ આકાર ખૂલવા લાગ્યો
એક સુરખાબ આવીને ઊભું
જળનો વિસ્તાર ખૂલવા લાગ્યો
એક પડી તડ સઘન તિમિરમાં ને –
તેજ – અંબાર ખૂલવા લાગ્યો
બંધ વરસોથી જે પડ્યો’તો એ –
મૌન ગિરનાર ખૂલવા લાગ્યો
રેશમી શબનમી અડ્યું કૈં ને –
આ ગઝલકાર ખૂલવા લાગ્યો
0 comments
Leave comment