55 - ભગતિના પથ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


સીધા તીરે જુઓ વેધ વીંધ્યા રે,
મીરાંબાઈ કહે છે,
    ભગતિના પથ હોય સીધા.

તનડુ તપાવે ન્હૈં એ વગડો ન વાસે;
મનડુ ન રુંધે તોય સીધ્યા રે :
મીરાંબાઈ કહે છે,
    ભગતિના પથ હોય સીધા.

ગુરુ શું બતાવે, નિયતિ નિયમે ન આવે;
ભીતર ભભૂકે એણે ચીંધ્યા રે :
મીરાંબાઈ કહે છે,
    ભગતિના પથ હોય સીધા.

લગન લગી કે લાલો નયણામાં આવે;
નયણા બતાવે એ પથ લીધા રે :
મીરાંબાઈ કહે છે,
    ભગતિના પથ હોય સીધા.

ગરલ ગણી જે રાણે અમીફૂપ ભેજ્યા;
સરોદે એ ટીપાં જૂજ પીધાં રે :
મીરાંબાઈ કહે છે,
    ભગતિના પથ હોય સીધા.


0 comments


Leave comment