9.9 - ...તે છતાં લખતા રહો, શક્ય છે, આ માર્ગ પર આગળ જતાં ઈશ્વર મળે / સંવાદ / જ્વલંત છાયા


    બીજું વિશ્વયુદ્ધ જગતના મોટા-મોટા દેશો માટે, નેતાઓ માટે આખી પ્રજા માટે ઘટનાઓનો કાળખંડ હતો. પ્રત્યેક દિવસ, પ્રત્યેક માનસ એક જીવંત વાત બની ને, વેદનાઓનો દસ્તાવેજ બની ને જીવતો હતો. ૧૯૪૨માં થયેલું એ યુદ્ધ સમા થયું ત્યાર પછી ૧૯૪૫માં એક પુસ્તક પ્રકાશિત થયું. તેનું નામ ‘ધ ડાયરી ઓફ એની ફ્રેંક.’ એક તો જાણીતું છે પરતું તેની પાછળની વાત વધારે રસપ્રદ છે. હોલેન્ડના આમસ્ટર્ડેમમાં એક ડચ છોકરી એક ઘરના ભંડકિયામાં રહેતી હતી. ભારે યાતનાના દિવસો તેણે પસાર કર્યા અને એ રીતે ત્રણ વર્ષ ગયાં. જે કાંઈ પણ બનતું તેની નોંધ તે છોકરી એ ડાયરીમાં કરતી. ક્યારેક ખાવાનું ન મળે તો ક્યારેક કંઈક બીજી તકલીફ યુદ્ધ પૂર્ણ થયું તેના થોડા દિવસો અગાઉ તેના પરિવારને નાઝીઓ એ મારી નાંખ્યો. આ તમામ ઘટનાઓ તેણે આ ડાયરીમાં નોંધ હતી. જિંદગીના ૧૨મે વર્ષે પિતાએ આપેલી આ ડાયરીમાં ૧૬ વર્ષની વય સુધી આલેખાતી રહી. અને યુદ્ધ બાદ તે એક બેસ્ટસેલર કૃતિ તરીકે સ્થાન પામી. લાખો નકલો વેચાઈ ગઈ એ એની ફ્રેન્કની ડાયરીની.

    એવું જ બન્યું હતું જયારે જેની ફેરલ નામના એક લેખકના પુસ્તકને બૂકર પ્રાઈઝ મળ્યું. પ્રાઈઝ વિનર પુસ્તકો તો અનેક છે પરંતુ અહીં હટ કે બાબત એ હતી કે પુસ્તક પ્રકાશિત થયું તેના ૪૦ વર્ષ પછી તેને ઇનામ મળ્યું. ૧૯૭૦માં એ પુસ્તક લખાયું હતું, ૧૯૭૯માં જેની ફેરલનું નિધન થયું. અને હમણાં તેમની કૃતિને આ વૈશ્વિક સન્માન મળ્યું. તાત્પર્ય એ છે કે કર્યું સર્જન ક્યારે નોંધ પામે કે ક્યારે નોંધ પામે ક્યારે પોંખાય તે નક્કી હોતું નથી. મહાનતા અને પારિતોષિકને કોઈ સીધો સંબંધ નથી. એવોર્ડ વીનર કોઈ પણ કૃતિ મહાનમાં ગણાતી થઈ જાય તેવું બને પરંતુ, કોઈ પણ મહાન કૃતિને એવોર્ડ મળે જ તે જરૂરી નથી. મૂળ વાત એ છે કે નિષ્ઠાથી કરેલું કોઈ પણ સર્જન, કોઈ પણ કામ ક્યારેક ને ક્યારેક દુનિયાની નજરે ચડે છે. માટે જો થોડી પણ સર્જનાત્મક કુદરતે આપી હોય તો તેનો ઉપયોગ કરતાં રહેવું જોઈએ. મુકેશ જોશીની કવિતા એમ જ સાવ અચાનક અત્યાર યાદ આવી ગઈ, ‘ક્યારેક ખૂટે, ક્યારેક તૂટે તે છતાં લખતા રહો શક્ય છે આ માર્ગ પર આગળ જતાં ઈશ્વર મળે.’

    ફેરલની આ નવલકથા તો આપણી વાતનું મંડાણ માત્ર છે. બાકી જે કહેવું તે એ છે કે જો સર્જનમાં પોત હોય, બળ હોય તો વર્ષો નહીં, યુગો સુધી તે તકે છે, વંચાય છે અને આપનું હોવું ખૂટી તે પછી પણ તેની નોંધ લેવાયું તેવું બની શકે. જે સર્જન તેની રચનાના સમયના સિમાડા તોડી સર્વકાલીન બને તે છે, ટકે એવોર્ડ એ અલબત્ત એક આભૂષણ છે, ત્વચા નહીં, પુસ્તકની કેટલી કૉપી વેચાય છે, કેટલાં પુન:મુદ્રણ થાય છે તે બધા માપદંડોની કોર્મશિયલ વેલ્યૂ છે પરંતુ વધારે વેચાય કે સમયસર પુરુસ્કાર મળે એ જ રચના કે ચિત્ર કે ફિલ્મ મહાન છે તેવું નથી. અમેરિકામાં રહીને પણ સંત જેવું જીવન હેમી થોરોનું ‘વોલ્ડેન’ પુસ્તક આજે તો ઘણું લોકપ્રિય છે પરંતુ થોરોની આ વાતોને અનેક પ્રકાશકોએ રીજેક્ટ કરી હતી અંતે તેમણે પોતે આ પુસ્તક છાપ્યું. ૧૨૦૦મથી ૨૭૫ નાક વેંચાઈ, થોડી થોરોએ મિત્રોને ભેટ આપી અને બાકીની કોપીઓએ થોતોનું શો-કેશ ક્યારેય ખાલી ન કર્યું. આજે દોઢેક સદી પછી વોલ્ડેન અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે, લગભગ દરેક ભાષામાં તેના અનુવાદ થયા છે.

    આવી જ વાત લેખક હ્યુ પ્રેથરની છે, પ્રેથરને લેખક બનવાના ઓરતા હતા, પત્નીને કહ્યું, ‘થોડો ટાઈમ હું સર્જન કરું, તું ચલાવ.’ કરાર પોકો થયો, પરંતુ બે-અઢી વર્ષ સુધી હ્યુ પ્રેથરની પેન કંઈ નિપજાવી ન શકી. અંતે નિરાશ થઇ તેમણે જે વિચાર આવે તે ડાયરીમાં ટપકાવવાનું શરૂ કર્યું. પોતે પોતાના જ ઉદ્દેશીને નાની નાની નોંધ લખતા. તેમની અન્ય રચના તો કોઈએ ન છાપી પરંતુ આ નાની નોંધો પુસ્તક રૂપે છપાઈ, તેનું નામ ‘નોટ્સ ટુ માય સેલ્ફ.’ બે-ત્રણ લાઈનોમાં જીવનની ફિલોસોફી, વાસ્તવિકતા, અનુભૂતિ બધું જ તેમણે આપ્યું છે અને તે પણ બેસ્ટસેલર છે.

    લોકો સુધી પહોંચે તેવી કોઈ પણ કૃતિ ટકતી હોય છે. રામાયણ અને મહાભારત તો આ વાતનો સજ્જડ પૂરવોછે. ૪૦૦ વર્ષના વ્હાણા વાયા પછી પણ શેક્સપિયરના નાટકો, તેના પાત્રો કેમ વિશ્વની દરેક ભાષામાં બોલે છે, કૉલેજની નાટ્યસ્પર્ધામાં પણ શેક્સપિયર અને પડદા પર ઓથેલો-ઓમકારા કે મકબુલમાં પણ શેક્સપિયર. ટોલ્સટોય – જિબ્રાન તો આપણા ચેતોવિસ્તારની હજુ ગઈકાલ જ ગણાય પરંતુ કેમ પાંચ્સોવ્ર્ષ પહેલાંનો નરસિંહ મહેતા પણ આજે ગવાય છે ? કલાપીનું સમગ્રજીવન છવ્વીસ વર્ષ, અને કાવ્યસંગ્રહ તો મૃત્યુ પછી બહાર પડ્યો તો પણ વર્ષનો કોઈ યુવક ઈ-મેઈલ કરીને પૂછે છે, ‘તમે લખ્યું હતું તે કાલપીની સી.ડી. ક્યાં મળશે.?’ મેઘાણીની કોઈ બુકના પોસ્ટર કોઈ બુકસ્ટોલ પર ત્યારે તો નહોતા જ લાગ્યા, આજે પણ એવું અગ્રેસિવ માર્કેટિંગ નથી. છતાં વેવિશાળ કેમ રીપ્રિન્ટ થાય છે ? અને કેમ વિવલ્લભનવા કવર સાથે આવે છે ? કારણકે આ કૃતિઓનું કનેક્શન સીધું જ માનવીય સંવેદના સાથે છે.

    જો સર્જન પૂર્ણ સમર્પણ, નિષ્ઠા સાથે, ડિવોશન સાથે થયું હોય તો તે ઊગે જ. શક્ય છે કે તમે બે લીટી પણ લખીને કોઈને વંચાવવા-સંભળાવવા ટેવાયેલા હો, અને પછી એ પરંપરા તૂટે તો કાંઈ સર્જન થોડું બંધ થાય ? દુષ્યંતકુમારની એક કવિતા આવું જ કાંઈક કહે છે. ‘દૂર તક ફૈલી હુઈ હૈ જિંદગી કી રાહ, એ નહીં તો ઓર કોઈ વૃક્ષ દેગા છાંહ, ગુલમહોર ઇસ બાર ખીલ નહીં પાયે તો ક્યા, સત્ય યદી તુમ મુજે મિલ પાયે નહીં તો ક્યા’ ગઝલ લખતા હો કે વાર્તા જે અછાંદસ કે પછી ગીત કે કાંઈ પણ, જો લખવાના આશિષ કુદરતે આપ્યાં હોય તો લખવાનું ચાલુ જ રખાય. ડાયરીઓ સતત ભરાતી રહેવી જોઈએ. કારણકે જો ભરાયેલી હશે તો કદાચ પ્રકાશિત થશે, અને ૪૦ વર્ષ પછી તેને પ્રાઈઝ પણ મળશે! પેલું એક કવોટેશન છે ને, ‘હું હવે ભરપૂર જીવવા માંગુ છું, કારણકે તારા વગર હું સાવ્ખાલી છું, હું તેથી હવે ભરચક જીવવા માંગું છું.’ ભરપૂર જીવવા માટે સભર થઈને સર્જન કરવા જેવો કોઈ અન્ય વિકલ્પ હોય ?


0 comments


Leave comment