24 - શું સબબ હશે / અશોક ચાવડા 'બેદિલ'
કોઈ સ્મરણ મારું કરે છે શું સબબ હશે?
ભૂતકાળ પાછો સાંભરે છે શું સબબ હશે?
અંધારપટમાં જિંદગી આખી વીતી ગઈ,
એ કબ્ર પર દીવો ધરે છે શું સબબ હશે?
કાંટા જ જેણે પાથર્યા મુજ રાહમાં સદા,
ફૂલો હવે એ પાથરે છે શું સબબ હશે?
કાંઠા ઉપર ઊભાં રહ્યાં છે એ સજલ નયન,
મુજ લાશ પાણીમાં તરે છે શું સબબ હશે?
'બેદિલ' મને ભૂલી જનારા આજકાલથી,
પાછા મને રોજે સ્મરે છે શું સબબ હશે?
0 comments
Leave comment