87 - આપણું તો ય આપણાથી પર / મનોજ ખંડેરિયા


આપણું તો ય આપણાથી પર
એ ત્વચામાં રહે ત્વચાથી પર

હું સતત ઝંખું ને સતત પીઉં,
પણ બધું થાય છે તૃષાથી પર

એ ભીતર જઈ કમળ બની જાતો,
એક જે શ્વાસ લઉં હવાથી પર

આવ –જા મારી જોઉં હરજન્મે,
એ સમય છું જે આવ જા –થી પર

એક ક્ષણમાં રજે રજે વ્યાપું,
એ જ ક્ષણ હોઉં છું બધાથી પર

પંક્તિમાં આવી જાતું ચુપકીથી,
કૈંક એવું જે કલ્પનાથી પર


0 comments


Leave comment