26 - દંગાફસાદમાં / અશોક ચાવડા 'બેદિલ'
ચારેતરફ છે ધ્રાસકા દંગાફસાદમાં;
પ્રતિબિંબ લાગે પારકા દંગાફસાદમાં.
અલ્લાહ કે શિવ શિવ હજી જે જાણતાં ન'તાં,
સળગી ગયાં એ ભૂલકાં દંગાફસાદમાં.
માણસ હશે કે જાનવર એ ના ખબર પડે,
છૂટાં મળે છે હાડકાં દંગાફસાદમાં.
જેને મુલાયમ હાથ હંમેશાં સજાવતાં,
એ ઘર તૂટે લઈ આંચકા દંગાફસાદમાં.
ઉચ્ચાર 'બેદિલ' ઓમ કે આમીન ક્યાં બચ્યો?
પડઘાય 'તેરી જાતકા' દંગાફસાદમાં.
0 comments
Leave comment