28 - હું / અશોક ચાવડા 'બેદિલ'


કારણ વગર થતો નથી કૈં આમ ક્ષીણ હું;
તું આગ થૈ મળ્યા કરે ને હોઉં મીણ હું.

પડઘા સિવાય બીજું કૈં આપી નહીં શકું,
તું સાદ પાડ, સાવ ઊંડી એક ખીણ હું.

જો હું-પણું તૂટી રહ્યું છે કાચમાં સતત,
વીણી શકે તો કાચના ટુકડામાં વીણ 'હું'.

લાંબા સમય સુધી કહેને સાથ ક્યાં રહે?
દરિયાની મોજ તું, કિનારા પરનું ફીણ હું.

ક્યારેય ના બન્યો પ્રથમ અક્ષર હું નામનો,
બારાખડીમાં હોઉં છું 'બેદિલ' બની 'ણ' હું.


0 comments


Leave comment