29 - શકે / અશોક ચાવડા 'બેદિલ'


હસતા રહે આ હોઠ ને આંખો રડી શકે;
તારા જવાથી ફેર આવોયે પડી શકે.

સંબંધની દીવાલને તોડ્યા પછીય પણ,
ઘર છોડવાની બાબતે ઉંબર નડી શકે.

પાણી સરીખી જાત છે સંભાળજે જરા,
હું આગ છું ને આગને તું નહિ અડી શકે.

આખર થવાની હાર હું પરિણામ જાણું છું,
ખુદથી ભલા કોઈ કહો ક્યાં લગ લડી શકે?

'બેદિલ' દુઆઓ કાલથી તારી કબૂલ જા,
પણ માંગ એવું જે ખુદાને પરવડી શકે.


0 comments


Leave comment