30 - સમજ વગર / અશોક ચાવડા 'બેદિલ'


એમ જ કર્યું છે જાતથી મેં છળ સમજ વગર;
થાતો રહ્યો છું ઉમ્રભર નિષ્ફળ સમજ વગર.

આરામથી સમજી શકું તારી બધીય વાત,
મારી શરત છે આ, મને તું મળ સમજ વગર.

મારા જીવનમાં સ્થિરતાનો પણ મુકામ છે,
ચાલ્યા કર્યું છે કિસ્મતે આગળ સમજ વગર.

છે જર્જરિત દીવાલ ને છત જેવું કૈં નથી,
શું કામ ગોરંભાય છે વાદળ સમજ વગર?

'બેદિલ' ખુલાસો આજ એનો એય ચાહતા,
ઝંખ્યા કરું હું જેમને કેવળ સમજ વગર.


0 comments


Leave comment