54 - સંભવી છે ઊડાન ખૂણામાં / મનોજ ખંડેરિયા
સંભવી છે ઊડાન ખૂણામાં
ઊતર્યું આસમાન ખૂણામાં
આવ ને મૂક કાન ખૂણામાં
ગાતું સાંભળ વિરાન ખૂણામાં
શબ્દ બાંધ્યો છે હોઠને છેડે,
આખું બ્રહ્માંડ બાન ખૂણામાં
હર જગા ચાલે એની ચર્ચાઓ
છે અમારું મકાન ખૂણામાં.
આવી મોસમ ફરી પલળવાની,
વીજ ચમકી ઈશાન ખૂણામાં
આ નગર જેને ટેકે ઊભું તે –
ખોરડું ખાનદાન ખૂણામાં
સાવ છેડે પડ્યા જૂનાગઢમાં,
ચાલ્યું ગઝલોનું ગાન ખૂણામાં
ઊતર્યું આસમાન ખૂણામાં
આવ ને મૂક કાન ખૂણામાં
ગાતું સાંભળ વિરાન ખૂણામાં
શબ્દ બાંધ્યો છે હોઠને છેડે,
આખું બ્રહ્માંડ બાન ખૂણામાં
હર જગા ચાલે એની ચર્ચાઓ
છે અમારું મકાન ખૂણામાં.
આવી મોસમ ફરી પલળવાની,
વીજ ચમકી ઈશાન ખૂણામાં
આ નગર જેને ટેકે ઊભું તે –
ખોરડું ખાનદાન ખૂણામાં
સાવ છેડે પડ્યા જૂનાગઢમાં,
ચાલ્યું ગઝલોનું ગાન ખૂણામાં
0 comments
Leave comment