16 - સાવ ખાલી હાથ લઈને ક્યાં જવું ? / દિનેશ કાનાણી
સાવ ખાલી હાથ લઈને ક્યાં જવું ?
આજ ભીની આંખ લઈને ક્યાં જવું ?
કોઈ મારી હસ્તરેખામાં નથી,
આ ફકીરી હાલ લઈને ક્યાં જવું ?
આપણાથી કર્મ એવા થાય છે,
કે બચેલી શાખ લઈને ક્યાં જવું ?
છું પ્રવાસી એકલો એકાંતનો,
ભીડનો સંગાથ લઈને ક્યાં જવું ?
હોય ચિનગારી તો એ ચાંપી શકાય,
પણ ઠરેલી આગ લઈને ક્યાં જવું ?
રોજ વસ્ત્રો હું ય બદલી આવું પણ,
કાયમી સ્વભાવ લઈને ક્યાં જવું ?
0 comments
Leave comment