18 - તમારો અહીંથી જવાનો સમય છે / દિનેશ કાનાણી


તમારો અહીંથી જવાનો સમય છે,
સમયને હવે બોલવાનો સમય છે.

વિસામો બધેથી પલાયન થયો છે,
દિવસ રાત, બસ હાંફવાનો સમય છે.

ન ગમતું ફરી પાછું ગમતું બને તો ?
બરાબર બધું રાખવાનો સમય છે !

ક્ષણોના સહારે ક્ષણોના ઈશારે,
સમયને સતત કાપવાનો સમય છે !

અમોને ખરેખર હવે એમ થાતું,
તમારું કહ્યું માનવાનો સમય છે !


0 comments


Leave comment