19 - હાથે કરી હથિયાર લીધા હાથમાં / દિનેશ કાનાણી


હાથે કરી હથિયાર લીધા હાથમાં,
કેવા પછી પડકાર લીધા હાથમાં !

આપી બધાને હૂંફ ત્યારે એમ થયું,
સાચા હવે ધબકાર લીધા હાથમાં !

તો પણ તમે ના વાત સાંભળી,
અંગાર વારંવાર લીધા હાથમાં !

કેવું પછી મન સાવ હળવું થઈ ગયું,
ઝાકળ સમા આધાર લીધા હાથમાં!

સીધા જ એના દ્વાર પણ ઉઘડી ગયા,
તંબુરના જ્યાં તાર લીધા હાથમાં !


0 comments


Leave comment