22 - બંધ મુઠ્ઠીમાં શું ધારી શકો / દિનેશ કાનાણી
બંધ મુઠ્ઠીમાં શું ધારી શકો ?
ભાગ્ય આખુંયે વિચારી શકો !
લાખ કોશિશ તો કરો છો તમે,
તોય મનને ક્યાં સુધારી શકો !
એ જ સાચો ધર્મ બનશે કદાચ,
કોઈનું સારું વિચારી શકો. !
ગાંસડી સંદર્ભની ખોલીને,
આગ અફવાનીય ઠારી શકો !
ત્યાં જ કરજો વાત દિલની તમે
જ્યાં ઉદાસીને ઉતારી શકો !
0 comments
Leave comment