7 - એક પીળક પરોઢે બોલે છે / મનોજ ખંડેરિયા


એક પીળક પરોઢે બોલે છે
મારી નીંદરની ડાળ ઠોલે છે

કોઈ ઊભું બહાર દરવાજે
એ જ અંદરથી દ્વાર ખોલે છે

એક ગમતી ગલી ઉઠાવી લે !
ગામ આખું ચડેલું ઝોલે છે

આંખ તગતગતી લીલી ઇચ્છાની
હા, હજી કોઈ આ બખોલે છે

મૂકી પારેવું સામે પલ્લામાં
આ રીતે કોણ મુજને તોલે છે ?

શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે


0 comments


Leave comment