27 - મૂળમાંથી ડાળમાં બેસી ગયા / દિનેશ કાનાણી
મૂળમાંથી ડાળમાં બેસી ગયા
ને ફફડતી ફાળમાં બેસી ગયા
ઓરડો ભરચક હતો કે મન હતું ?
આમ કાં પરસાળમાં બેસી ગયા !
પૂછવાને જે ખબર આવ્યાં હતાં
એ જ તો સંભાળમાં બેસી ગયા
એ જ લોકો ટોચ પર ઉભા હતા
જે સમયના ઢાળમાં બેસી ગયા
જીવવાના સેંકડો ઉન્માદ લઈ
આપણે બસ કાળમાં બેસી ગયા
0 comments
Leave comment