28 - થઈ ગયું છે વેર જેવું ભાઈ સાથે / દિનેશ કાનાણી


થઈ ગયું છે વેર જેવું ભાઈ સાથે
બોલું છું શમશેર જેવું ભાઈ સાથે

મા કહે કે બોલ બેટા શું થયું છે !
કેમ કાળા કહેર જેવું ભાઈ સાથે

માફ કરતા એમને પણ આવડે છે
હું ય ઇચ્છું મહેર જેવું ભાઈ સાથે

એટલે સહમત થવાતું ના કદીયે
હોય છે મનફેર જેવું ભાઈ સાથે

શું કરું તો, શું કરું તો, શું કરું તો
થાય લીલા લહેર જેવું ભાઈ સાથે


0 comments


Leave comment