29 - એ જ રીતે દ્વારને ખોલાય છે / દિનેશ કાનાણી


એ જ રીતે દ્વારને ખોલાય છે
સ્વપ્ન જોવા આંખ તો મીંચાય છે

કૈં નવું તો થાય શું આ ઝાડમાં
કૂંપળોથી પાનખર ભૂંસાય છે

કોઈ સાથે આવતા મંઝિલ સુધી
કોઈથી ક્યાં આંગળી ચીંધાય છે !!

એટલે તો હું અવાચક થઈ ગયો
ઠેસ રૂપે ઉંબરો દેખાય છે

વાંચવાનું જયારે પણ મન થાય છે
માત્ર તારા કાગળો વંચાય છે


0 comments


Leave comment