3 - ફૂલની વચ્ચે પવન જેવા ફરીશું / અંકિત ત્રિવેદી


ફૂલની વચ્ચે પવન જેવા ફરીશું,
ક્યાં સુધી ભમરો બનીને કરગરીશું?

ભીંતનાં આંસુ અરીસો થઈ ગયાં છે!
એ જગાને રોજ થોડી ખોતરીશું.

એક હોડી ક્યારની જીદે ચડી છે,
સ્હેજ પણ પાણી નથી તો પણ તરીશું.

સૂર્ય કહે છે આગિયાઓને લીધે છું!
વાત આ સાચી હશે તો શું કરીશું?

ભીડમાં જો બ્હાર અટવાતા હશે તો,
થોડા ચ્હેરાઓને ઘરમાં નોતરીશું.


0 comments


Leave comment