5 - ઘર, ગલી, શેરી, મહોલ્લામાં મૂકી જો / અંકિત ત્રિવેદી


ઘર, ગલી, શેરી, મહોલ્લામાં મૂકી જો,
બાળપણની ક્ષણને ગલ્લામાં મૂકી જો.

ચંદ્ર કેવો શાંત પાણી પર તરે છે?
તું મને પણ એમ ખુલ્લામાં મૂકી જો.

ક્યાં ડરું છું, ક્યાં કદી પાછો પડું છું?
સૌ અવસ્થાઓના કિલ્લામાં મૂકી જો.

માછલી પાણીમાં તરફડતી મરે છે,
ચાલ જલદી પગને પલ્લામાં મૂકી જો!


0 comments


Leave comment