11 - જાત ઓગાળીને ઝળહળવા મથે / અંકિત ત્રિવેદી


જાત ઓગાળીને ઝળહળવા મથે,
આપણું મળવું ગઝલ લખવા મથે.

ત્યાં પવન પણ ના કદી પહોંચી શકે,
એ જગાએ કેમ મોકલવા મથે?

સાવ સુક્કીભઠ્ઠ નદીની રેત પણ,
બેઉ કાંઠે આજ ખળખળવા મથે.

ચાડિયો ખેતરનો અંતર્ધાન થઈ,
પંખીના ટહુકાને સાંભળવા મથે.

એકબે ધબકારની ઇચ્છા જુઓ,
કાળજું ચીરીને વિસ્તરવા મથે.


0 comments


Leave comment