63 - ના કંકર, ના ખાડા આવે / મનોજ ખંડેરિયા
ના કંકર, ના ખાડા આવે
પગમાં મૃગજળ આડાં આવે
માંડ કણું આંખથી કાઢું,
ત્યાં ધુમ્મસના ધાડાં આવે
નભ જોવા ના મળતું ખુલ્લું,
સાવ ગીચોગીચ દ્હાડા આવે
આજુબાજુ ઉપરતળે ને –
દુઃખ તો ઊભાં આડાં આવે
સાંજ પડી ને ક્ષિતિજ ઉપરથી –
અંધારાના ગાડાં આવે......
પગમાં મૃગજળ આડાં આવે
માંડ કણું આંખથી કાઢું,
ત્યાં ધુમ્મસના ધાડાં આવે
નભ જોવા ના મળતું ખુલ્લું,
સાવ ગીચોગીચ દ્હાડા આવે
આજુબાજુ ઉપરતળે ને –
દુઃખ તો ઊભાં આડાં આવે
સાંજ પડી ને ક્ષિતિજ ઉપરથી –
અંધારાના ગાડાં આવે......
0 comments
Leave comment