12 - બ્લૅક એન્ડ વ્હાઇટ છબીને જ્યારે જ્યારે જોઉં છું / અંકિત ત્રિવેદી


બ્લૅક એન્ડ વ્હાઇટ છબીને જ્યારે જ્યારે જોઉં છું,
હું સ્મૃતિનો રૂબરૂમાં ભેટો કરતો હોઉં છું.

આંખ સામે એ હતાં, ગઈ કાલની જેમ જ છતાં,
જોઉં છું હસતા ને હસવાના અવાજો ખોઉં છું.


0 comments


Leave comment