9.10 - અપનીતો પાઠશાલા મસ્તી કી પાઠશાલા / સંવાદ / જ્વલંત છાયા


    સ્કૂલમાં એડમિશન લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય. નવી સ્કૂલ બેગ, નવા લંચ બોક્સ, નવા યુનિફોર્મ સાથે કારકિર્દીનું વધુ એક વર્ષ શરૂ થઈ ગયુ. હજી એક માસ પહેલાં એ જ ચર્ચા હતી કે ક્યાં એડ્મિશન લેવું અને વાલીઓને ટેન્શન નહીં મળે તો ? કેટલાકને પ્રવેશ મળ્યો, કેટલાકે મને-કમને બીજી કોઈ વૈકલ્પિક શાળામાં પ્રવેશ લઇ લે. આવું દર વર્ષે બનતું રહે અલબત્ત સંતાનને સુસ્તરિય શાળામાં ભણાવવાની ખેવના કોઈપણ માતાપિતાની હોવાની પરંતુ એક વાત સ્પષ્ટ છે કે વિદ્યાર્થી પોતે કેટલું ગ્રહણ કરી શકે છે તેના પર તેની સફળતા આધારિત છે અને જે સ્કૂલ કે સંસ્થા ખ્યાતિ પામે તે જ સારી રીતે તે વાત નરી માન્યતા છે. સિદ્ધ અને પ્રસિદ્ધને દરેક વખતે સીધો સંબંધ નથી હોતો.

    નકારત્મક રીતે ન લઈએ ઓસ્કર વાઈલ્ડે કહ્યું હતું, ‘સ્કૂલ એ એવું સ્થળ હોવું જોઈએ કે કોઈએ તોફાની વિદ્યાર્થીને સજા કરવાની થાય તો એમ કહેવું પડે કે બે દિવસ સ્કૂલ ન આવતો.’

    જે વિદ્યાર્થીએ વાલીઓને અપેક્ષા મુજબની સ્કૂલમાં પ્રવેશ નથી મળ્યો ટે લોકોએએક વાત ખાસ સમજી લેવાની જરૂર છે. એ સ્કૂલમાં ભણ્યા હોત તો જ ભણ્યા ગણાય તેવું નથી, અને આમ પણ સ્કૂલોના ભભકા અને વાસ્તવિકતા વચ્ચે ઘણીવાર મોટો તફાવત હોય છે. સરકારી કે મ્યુનિસિપલ સ્કૂલમાં ભણાવીને કોઈ આદર્શનો પરિચય આપવાની વાત નથી અને મહાન લોકો એવી સ્કૂલમાં ભણ્યા એટલે આપને પણ તેણે અનુસરી તે પણ જરૂરી નથી. પરંતુ જો બ્રાન્ડ બની ગયેલી કોઈ સ્કૂલમાં એડમિશન ન મળે તો કારકિર્દી નહીં બને તેવી ગ્રંથિ બાંધી લેવી યોગ્ય નથી. સ્કૂલ બાળકોને શિસ્ત શીખવે તે તો જરૂરી છે પણ તેનો સર્વાંગી વિકાસ ત્યાં થવો અગત્યનો છે.

    સ્કૂલ કેવી હોવી જોઈએ ? રંગ દે બસંતી ફિલ્મમાં મસ્ત ગીત છે, ‘અપની તો પાઠશાલા મસ્તી કી પાઠશાલા’ તેને નકારત્મક રીતે ન લઈએ. ઓસ્કર વાઈલ્ડે કહ્યું હતું, ‘સ્કૂલ એવું સ્થળ હોવું જોઈએ કે કોઈ તોફાની વિદ્યાર્થીને સજા કરવાની થાય તો એમ કહેવું પડે કે બે દિવસ સ્કૂલે ન આવતો.’ આપણે ત્યાં અત્યારે વે સ્કૂલ અને મેગા સિટિઝમાં તો ફાઈવ સ્ટાર સ્કૂલનો ક્રેઝ છે અને ગુણવત્તાવાળું શિક્ષણ જેવી વાત આવે ત્યાં કોઈ દલીલ કે ટીકા ચાલતી પણ નથી. બાકી શિક્ષણ અને કેળવણી તે બે જેટલા બનાવી દેવાયા છે તેટલા નાના શબ્દો નથી. બેંજામિન ફ્રેંકલિન કહે છે, ‘ એજ્યુકેશન બીગિન્સ વીથ લાઈફ’ ૪-૫ માસના બાળકને ઊઠતાં, બેસતા, ચાલતા કોઈ શીખવતું નથી ટે કુદરત સર્જીત માણસને પાઠ્યપુસ્તકનું, રેફરન્સ બુકનું કે હવેના જમાનામાં ઉપગ્રહનું જ્ઞાન મળી રહે એટલે શિક્ષણ પૂર્ણ થવું તેવું માનવાની ભૂલ વર્ષોથી થતી આવી છે.

    સ્કૂલમાં કોર્ષ તો પૂરા થવા જ જોઈએ અને અભ્યાસક્રમમાં આવતી વસ્તુઓને આવરી જ લેવાવી જોઈએ પરંતુ મૂલ્યનિષ્ઠ શિક્ષણ જેવું પણ કંઈક હોવું જોઈએ. બાળક તેની સ્વાધ્યાયપોથીમાં જે વૃક્ષ દોરેલું હોય તેને જ ઓળખે તો સ્કૂલની પરીક્ષમાં ટે પાસ થશે પણ જિંદગીની પરીક્ષાનું શું ? વિદ્યાર્થી સ્કૂલેથી આવે ત્યારે થાકીને લોથ થઈ ગયો હોય છે. એ જ સ્કૂલની શિક્ષણ પદ્ધતિનો અત્યારનો ચહેરો છે. બીજે દિવસે સ્કૂલે જવાના ઉત્સાહ સાથે તે સ્કૂલેથી બહાર નીકળે તે સાચી શાળા તેમ કહી શકાય.

    મુદ્દો એ છે કે આધુનિક, ઝડપી ટેકનોલોજીવાળા અને સ્પર્ધાત્મક યુગમાં અનિવાર્ય એવા વર્તામ્ન શિક્ષણની સાથોસાથ જીવનના પાયા મજબૂત બનાવે તેવી શાળા જરૂરી. ‘કેળવે તે કેવાલ્વાની.’ કાકા કાલેલકરે કહ્યું છે ‘સાહિત્યપ્રધાન કેળવણીથી બુદ્ધિ ખીલે જ છે એમ આપણે માનીએ છીએ. સ્વતંત્ર વિચાર બહુ જ લોકો કરે છે. આવી કેળવણી વિચારોનો તૈયાર માલ પૂરો પાડે છે પણ તે કેળવણી નથી. વિચારનો વળગાડ છે. કેળવણી દ્વાર મહાન ક્રાંતિની પૂર્વ તૈયારી જોઈએ છે.’ બાહ્ય વસ્તુની તોડફોડ કરવાથી કે વિખવાદ ઊભા કરવાથી ક્રાંતિ નથી થતી. ક્રાંતિ તો અંદરનો પલટો છે.

    વિદ્યાર્થીના માંહ્યલાને જગાડે તેવું શિક્ષણ કદાચ સ્કૂલની ભવ્ય ઇમારતોના પ્રમાણમાં ઓછું છે એટલે સ્કૂલ પસંદ કરવાની આવે ત્યરેક માત્ર તેના ફીના ઊંચા ધોરણ, ભવ્ય મકાન કે મોટી જાહેરાતોને માપદંડ રાખવામાં ન આવે તે જરૂરી છે. આખરે ભણાવનાર પણ સારા હોવા જોઈએ. મનુભાઈ પંચોળીએ કહ્યું હતું, ‘જે દિવસે ચહેરા પર સ્મિત રાખવાનું શક્ય ન હોય તે દિવસે શિક્ષકે રજા લઈ લેવી જોઈએ. જો કે ૪૦૦૦ના પગારમાં કામ કરતાં અને ૫૫ રૂ. લિટર પેટ્રોલ ભરાવતાં વિદ્યાસહાયક માટે સ્મિતવાળો ચહેરો હવે અઘરી બાબત છે પણ તે જુદી ચર્ચનો વિષય છે. આજે જો કે શાળાઓનો માહોલાયો છે. પહેલાં નાના ફલક પર થતી ઇતર પ્રવૃત્તિઓ હવે સ્કૂલમાં મહત્વનું સ્થાન ધરાવતી થઈ છે. કવિતા બોલવાની સ્પર્ધા કે વેશભૂષાની સ્પર્ધા દ્વારા બાળકની શક્તિઓ ખીલવાનું કામ થાય છે. કોમ્પ્યુટર શિક્ષણ પણ મોટેભાગ હવે સામાન્ય બનતું જાય છે, કોઈ સ્કૂલ તદ્દન સાધારણ હોય તેવું ચિત્ર શહેરોમાં તો કમસે કામ ધૂંધળું જ થતું જાય છે અને તે આવકાર્ય છે. પરંતુ કોઈ એક સ્કૂલનું પરિણામ અમુક ટકા આવ્યું માટે જ જોઈએ. એડમિશન લેવું તે ઇચ્છા હોય ત્યાં સુધી વાંધો નહીં પરંતુ ઘેલછા ન હોવી જોઈએ. કદાચ તમારા બાળકને કારણે પણ ઊંચું આવી શકે.

    આપણે તો એટલું જ વિચારીએ છીએ કે જ્યાં વિદ્યાર્થી સંપૂર્ણ વ્યક્તિત્વ ખીલે જેટલું ઝડપથી ને નોટમાં લખી શકે તેટલા જ ઉત્સાહથી ક્રિકેટ પણ રમી શકે અને ગીત પણ ગાઈ શકે તેવી શાળા આપણા માટે મહત્વની. કારણકે બોર્ડની પરીક્ષાનાં પરિણામ આવે ત્યારે નાચતા તો શિક્ષકો હોય છે પરંતુ તેમણે ભણાવેલા ૬૦માંથી જૂજ વિદ્યાર્થીએ જ ઝળહળતી સફળતા મેળવે છે. સ્વાભાવિક રીતે જ સિદ્ધ તેમની છે સ્કૂલની નહીં. ભૌતિક સાધનોને બદલે અથવા તો તે ઉપરાંત આંતરિક ભવ્યતા પણ જ્યાં હોય તે જ આપણી શાળા, ઉમાશંકર જોશી યાદ આવે, ‘બધી જ ઇમારતો પડી જાય, પછી જે બચે તે યુનિવર્સીટી.’


0 comments


Leave comment