48 - સદીમાંથી એકાદ ક્ષણ સાચવું / મનોજ ખંડેરિયા


સદીમાંથી એકાદ ક્ષણ સાચવું
મને હું મળ્યાનું સ્મરણ સાચવું

છે રસ્તો જ એવો કે પીગળી રહ્યો,
કહો ક્યાંથી મારાં ચરણ સાચવું?

નથી આવરણની પછી કંઈ કશું,
હું એથી જ તો આવરણ સાચવું

નથી; સ્પષ્ટ આયુષ્ય – રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

તરસનો તો ક્યાં બીજે ઉદ્દભવ થશે ?
હું એથી જ રેતી ને રણ સાચવું


0 comments


Leave comment