34 - મિશ્ર થયેલી બે છાયા / નરસિંહરાવ દિવેટિયા
[ રોળાવૃત્ત ]
ચૉગમ આ વનમહિં અહિં ચંદા ખીલી હસતી,
ને જો આ તુજ વદનમહિં પ્રેમે એ વસતી.
આ જો ને મુજ છાય પડી બાજૂએ ઊભી,
ત્હેમાં મળી જઈ અહિં છાય તુજ કે'વી ડૂબી ! ૧
પણ એ તો ક્ષણ માત્ર અહિંયાં ર્હેશે ભેળી,
બીજીક્ષણમાં એહ છૂટીને જાશે વ્હેલી.
વ્હાલી ! આ ભવમાંહિં આપણી જીવનછાયા
ર્હેશે ક્ષણ એકઠી ! ગહન શી ભવની માયા ! ૨
-૦-
ટીકા
આ જીવનનું તથા આ જીવનમાંના મનુષ્યસંયોગનું અસ્થાયિપણું ચાંદનીમાં એકઠી થયેલી છાયથી સૂચવેલું આ કાવ્યમાં છે.
-૦-
0 comments
Leave comment