26 - શબ્દ અધિક એથી ઓપ્યો છે / મનોજ ખંડેરિયા


શબ્દ અધિક એથી ઓપ્યો છે
હાર ગળામાં આરોપ્યો છે

ઝળહળ ઝળહળ ચરણ હવે તો !
ક્ષણનો સીમાડો લોપ્યો છે

મારો અસલી ચ્હેરો તો મેં –
અક્ષર આડે સંગોપ્યો છે

જતન કરી જાળવવો પડશે,
શ્વાસ ભરોસે તેં સોંપ્યો છે

કપરો પથ કાગળનો કાપી-
હાથ હિમાલય પર રોપ્યો છે


0 comments


Leave comment