1.1 - ગિરધર કાવ્યો (૧) / મહેન્દ્ર જોશી


ક્યાંય ન દીઠો કોઈ રસિકવર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

હું આંગળીએ પલભર અટકું
કરી વહાલનું ભાલે ટપકું

ઝપ દઈ ઊડે કાગાનીંદર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

નીર નયનથી નિત નવરાવું
દેવ કહી વાઘા પહેરાવું

દઉં પાંપણના પાટ - પરંતર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

બાલિક ઉંમર કાંઠે છોડી
કરું કાયની કેવટ હોડી

પૂર વિનાની નદીયું આખર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

૧૭/૫/૦૪


0 comments


Leave comment