1.2 - ગિરધર કાવ્યો (૨) / મહેન્દ્ર જોશી


હોય ભલે ને ગ્યાની ગણતર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

નહિ ફાગણ કે નહિ સૂડાનો
રંગ ન જાણે કેસૂડાનો

વનમાળીને કહૂં વાણોતર-
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

હસી હસીને જગવું જયોતિ
વારી દઉં રે અખિયન મોતી

તો ય ન ઝાંખે ઢાઈ અખ્ખર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

છો પહેરાવે ચંદન ચૂડી-
પ્રેમ પદારથ મોંઘી મૂડી

ખોટ ભલે હો નહિ લઉં વળતર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

૧૮/૫/૦૪


1 comments

user

user

Nov 30, -0001 12:00:00 AM

add test

0 Like


Leave comment