1.3 - ગિરધર કાવ્યો (૩) / મહેન્દ્ર જોશી
હોય ભલે ને રાણો રણવર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર
ખિસકોલી તો ખાખર હેરિ
સ્વાદ ન જાણે આંબા - કેરી
ફોગટ શાને તન ન્યોછાવર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર
કંકર કંકર પંખી મારે
જીવને ઊના જળથી ઝારે
શીદ વરીએ એવો કોઈ વર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર
વીંધ્યું મીન ઈ ગત- ગત ગાણું
ઉર વીંધે તો હું પણ જાણું
બાહુબળના હોય સ્વયંવર?
પ્રેમ વિના નહિ પરણું ગિરધર
૧૯/૪/૦૪
0 comments
Leave comment