1.5 - અચરજ / મહેન્દ્ર જોશી


કોઈ સૂરીલા સ્વરમાં પોઢી
જાઉં હવે રે અચરજ ઓઢી

જીવ સોંસરું જોણુ લીધું
ભરી પોપચે સરવર પીધું

કીધી એકલ પળને દોઢી
જાઉં હવે રે અચરજ ઓઢી

લોચન - જળ અંધારે ઝૂકી
સારસના પડછાયા મૂકી

વેરી દઉં આ ગીત પરોઢી
જાઉં હવે રે અચરજ ઓઢી

૧૭/૨/૦૫


1 comments

Harish Dasani

Harish Dasani

Jun 21, 2021 05:23:55 PM

અચરજ ઓઢીને આ સુંદર સૃષ્ટિમાં રમવાની મજા

0 Like


Leave comment