1.6 - વહાલું / મહેન્દ્ર જોશી
ચાલ પવનની ચાલું હો જી
વહાલ મળે તે વહાલું હો જી
અતલસ કે અબરખનો દરિયો
ભરી પોપચે અવળો કરિયો
ગજવું કીધું ઠાલું હો જી
ચાલ પવનની ચાલું હો જી
ના કીડીયારું ના કૈં ધાડું
પગલાં વિણ હું પગથી પાડું
ઓરું-આઘું મ્હાલું હો જી
ચાલ પવનની ચાલું હો જી
૨૦/૭/૦૫
0 comments
Leave comment