1.7 - પારિજાત / મહેન્દ્ર જોશી


એ પાંપણ હો કે પારિજાત
મારે મન તો એ જ પ્રભાત

દિવસ પડે રે બત્રીસ ભાણે
હેત નીતરતું દાણે-દાણે

ઘેન ઘૂટે બપ્પોરે જાત
મારે મન તો એ જ પ્રભાત

સાંજ સલૂણી ફળિયે ઝૂલે
રેશમના તાકાઓ ખૂલે

મધમાં ઓગળતી મધરાત
મારે મન તો એ ય પ્રભાત !

૬/૨/૦૫


0 comments


Leave comment