1.9 - પઢ / મહેન્દ્ર જોશી
હરી-ફરીને એક જ રઢ
જળનાં ઝીણા અક્ષર પઢ
વદ ના અમથી પોપટવાણી
એ જ બળદ ને એક જ ઘાણી
પીછે હટ કાં આગે બઢ
જળના ઝીણા અક્ષર પઢ
ઊંડા કૂવે પાણી ભરવા
નીકળ્યા સાત સમંદર તરવા
ટૂંકા સીચણ જર્જર સઢ
જળના ઝીણા અક્ષર પઢ
૧૮/૪/૦૭
0 comments
Leave comment