1.11 - દેણું / મહેન્દ્ર જોશી


શબદ શબદ સરવાળે દેણું
ક્યાંય ન વાજે વહાલી વેણુ

આંગળી તો રહ-રહ રુએ
મહી માખણથી મુખને ધૂએ

ઊતરે ના મટકી કે મેણું
ક્યાંય ન વાજે વહેલી વેણુ

અક્ષરધણ તો ઊમટે કાળું
ઢૂંકડુ ના ભાળું અજવાળું

પદ-પદ ક્યારે પ્રગટે રેણુ
ક્યાંય ન વાજે વહેલી વેણુ

૨/૩/૦૬


0 comments


Leave comment