1.13 - પદ-૧ / મહેન્દ્ર જોશી
જળ જમનામાં જાગી જ્વાલા
નહિ ગિરધર કે નહિ ગોપાલા
જીવ મળ્યાં રે મછલી જેવા
તરફડવાનાં જળમાં હેવા
વેકૂરમનમાં લોટી ઠાલા
નહિ ગિરધર કે નહિ ગોપાલા
લોક જુએ નહિ ઊંચી મેડી
પડછાયાની પગમાં બેડી
પાન કદમ્બનાં લાગે ભાલા
નહિ ગિરધર કે નહિ ગોપાલા
ધૂળની ગંધે પગરવ જાગે
'કોઈ નથી' નું. માઠું લાગે
નહિ ગોરજ કે નહિ ગુલાલા
નહિ ગિરધર કે નહિ ગોપાલા
૧૫/૧૦/૦૬
0 comments
Leave comment