1.14 - પદ-૨ / મહેન્દ્ર જોશી


ક્યાં લગ કરિયે કાલા-વાલા
નહિ ગિરધર કે નહિ ગોપાલા

પાંવ પડત નહિ નૈન રડત નહિ
મંદિર મૂરત જીવ લગત નહિ

મનખા લાગે ખાલા ખાલા
નહિ ગિરધર કે નહિ ગોપાલા

ઘર ઘર પૂછે અંજળ ખૂટયાં
માખણ મિસરી ગોરસ છૂટયાં

ફિક્કા લાગે ભોજન - થાલા
નહિ ગિરધર કે નહિ ગોપાલા

બાદલ ગરજે પાંપણ ફરકે
જીવ તણખલે તડતડ ભડકે

નહિ જમનાજી નહિ હિમાલા
નહિ ગિરધર કે નહિ ગોપાલા

૧૬/૧૦/૦૬


0 comments


Leave comment