31 - હવે સળગાવ / અશોક ચાવડા 'બેદિલ'


હોય બાકી શક્યતા લગભગ હવે સળગાવ;
સંસ્મરણની ઓલવાતી શગ હવે સળગાવ.

સાવ સુકાયેલ ઝાડી-ઝાંખરાંઓ છે,
ઘર સુધી પ્હોંચી જવા મારગ હવે સળવાગ.

ચાલ સંકેલી લઉં ભીનાશનાં દૃશ્યો,
આંખ કોરી થાય છે રગ રગ હવે સળગાવ.

બાતમી સૂરજની લઈને આવવામાં જો,
હાથ તો સળગી રહ્યા છે પગ હવે સળગાવ.

સાચવીને રાખવી જો હોય 'બેદિલ' આગ,
રોજ થોડું થોડું તારું જગ હવે સળગાવ.


0 comments


Leave comment