32 - જોવા દે / અશોક ચાવડા 'બેદિલ'


આજ ખંખેરી હૃદયથી ધૂળ જોવા દે;
ક્યાં સુધી તારાં સ્મરણનું મૂળ જોવા દે?

છેક દરિયા લગ પગેરું પ્હોંચશે એનું,
આંખમાંનાં આંસુઓનું કૂળ જોવા દે.

સ્હેજ ઝૂકી જાત સામે જાતને રાખી,
કોણ અંદરથી થયું નિર્મૂળ જોવા દે!

આ વખતના દર્દની પણ જીદ કેવી છે!
લાગણીઓ કેટલી છે સ્થૂળ જોવા દે!

કોઈ અડવાણા ચરણની છાપ છે 'બેદિલ',
ખૂબ તંતોતંત રાખી શૂળ જોવા દે.


0 comments


Leave comment