35 - અનુવાદ કરવાનો / અશોક ચાવડા 'બેદિલ'


થૈ શકે તો દર્દનો અનુવાદ કરવાનો;
એક રૂઝેલા જખમને યાદ કરવાનો.

તું જ મળવા આવવાની મેહુલારૂપે,
મોરના ટહુકા સમો હું સાદ કરવાનો.

એક મૂંગા પાત્રનો અભિનય કરું છું હું,
શબ્દ નહિ તો અર્થથી સંવાદ કરવાનો.

હોઠ અધખુલ્લા રહ્યા ને આંખ મીંચાઈ,
ના મળ્યો મોકો મને ફરિયાદ કરવાનો.

આજ ખુદના હાથથી ઓઢો કફન 'બેદિલ',
છે સમય આ શ્વાસને આઝાદ કરવાનો.


0 comments


Leave comment