38 - પ્રિયે / અશોક ચાવડા 'બેદિલ'


હૂંફ તારી યાદની થોડીક જો મળશે પ્રિયે;
આંખમાં થીજી ગયેલો બર્ફ ઓગળશે પ્રિયે.

કોણ મારી જેમ તારામાં હવે ભળશે પ્રિયે?
જે ભળે એ સ્હેજ મારાથી જુદો પડશે પ્રિયે.

શ્વાસમાં છું, રક્તમાં છું, હું જ નખશિખ છું ત્વચા,
તું મને શી રીત તારાથી અલગ કરશે પ્રિયે.

જડ થયો છું હું અને ઉજ્જડ થયું છે આંગણું,
સ્પર્શભીના હાથ લઈ તું ઘર તરફ વળશે પ્રિયે!

તુંગઝલરૂપે ફળે છે એય કૈં ઓછું નથી,
કાલ 'બેદિલ'ને નગરમાં તુંય ઓળખશે પ્રિયે.


0 comments


Leave comment