59 - અમસ્તી ન ધ્રૂજે સમયની સપાટી / મનોજ ખંડેરિયા
અમસ્તી ન ધ્રૂજે સમયની સપાટી
નીચે કોઈ પડખું ફરે લાશ દાટી
તમે જે લખ્યું આ તો એની જ ચર્ચા
નહીંતર અમારી હતી કોરી પાટી
વહે લોહીમાં ઘાસની મત્ત ખુશ્બૂ
ચરણ એમાં બોળીને બેઠી રુવાંટી
કશું આજ નક્કી થયું કે થવાનું !
હવા આજની દોસ્ત, ખરબચડી ખાટી
ગઝલ –ગરવું જળ, ક્યાંથી સીંચાય શબ્દે
અતળ ઊંડો કૂવો અને બોક ફાટી
નીચે કોઈ પડખું ફરે લાશ દાટી
તમે જે લખ્યું આ તો એની જ ચર્ચા
નહીંતર અમારી હતી કોરી પાટી
વહે લોહીમાં ઘાસની મત્ત ખુશ્બૂ
ચરણ એમાં બોળીને બેઠી રુવાંટી
કશું આજ નક્કી થયું કે થવાનું !
હવા આજની દોસ્ત, ખરબચડી ખાટી
ગઝલ –ગરવું જળ, ક્યાંથી સીંચાય શબ્દે
અતળ ઊંડો કૂવો અને બોક ફાટી
0 comments
Leave comment