18 - એ જ હતી બસ સાંજની ખામી / અંકિત ત્રિવેદી


એ જ હતી બસ સાંજની ખામી,
મહેફિલ બહુ મોડેથી જામી.

ઝાકળ ક્યાંથી કમાઈ લાવ્યાં?
મિલકત રાખો છો બેનામી.

ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.

દર્પણમાં દેખાતું ધુમ્મસ,
બાથ ભીડે છે સામાસામી.

અંધારાના ડામચિયામાં,
ચીજો સંઘરી સાવ નકામી.


0 comments


Leave comment